નિયમો અને શરતો

નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની અરજી માટેના સંસ્થાએ અપલોડ કરવાના ન્યૂનતમ આધારો અને આવશ્યક જરૂરિયાતો

આવશ્યક જરૂરિયાતો

(1) નવી માધ્યમિક શાળાની દરખાસ્ત કરનાર સંચાલક મંડળ તેમની શાળા શહેરી વિસ્તારમાં {નગર પાલિકા, મહાનગર પાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન), શહેરી વિકાસ સત્તામંડળ, એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી, નોટીફાઇડ એરીયા, વગેરે જેવો શહેરી વિસ્તાર} શરૂ કરવા માંગતા હોય તો શાળાના મકાનના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમત-ગમતના મેદાન માટે પોતાની માલિકીની ઓછામાં ઓછી ૧૨૦૦ ચો.મી જગા ખુલ્લી હોવી જોઇશે. જયારે ગ્રામ્ય વિસ્તાર (ગ્રામ પંચાયત) માટે શાળાના મકાન બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમત-ગમતના મેદાન માટે ઓછામાં ઓછી ૨૦૦૦ ચો.મી જમીન ખુલ્લી હોવી જોઇશે. રમત-ગમતના મેદાન માટેની જમીન શાળા મંડળની માલિકીની હોવી જોઇશે અને શાળાના મકાનની સાથે જ (સંલગ્ન-એક જ કેમ્પસમાં) હોવી જોઇશે. રમત ગમતના મેદાનના વિસ્તારમાં, રસ્તા માટે કે પાર્કીંગ માટે કે GDCR-2017ની જોગવાઇ હેઠળ છોડવી પડેલ જમીનના વિસ્તારનો સમાવેશ કરવાનો રહેશે નહીં.

ઉપર દર્શાવેલ રમત-ગમતના મેદાન માટેની ઓછામાં ઓછી જગા ધરાવનાર શાળા ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી પરંતુ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વધારાના દરેક વિદ્યાર્થી દીઠ ૫ ચો.મી જગા રમત ગમતના મેદાન માટે વધારાની ઉપલબ્ધ કરવી જોઇશે.

મેદાનની જગ્યામાં ભવિષ્યમાં કોઇ મકાન બાંધકામ કરી શકશે નહિ. મેદાન કાયમી ધોરણે ખુલ્લુ રહેવું જોઇએ. શાળા મંડળ પાસે કે GDCR-2017ની નીતિના પેરા નંબર:-૮.૬માં પાર્કીંગ માટે શૈક્ષણિક સંસ્થામાં જરૂરી પાર્કીગ માટે જે જોગવાઇ કરેલ છે. તે મુજબનું પાર્કીંગ હોવું જોઇશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ્ય પાર્કીંગની વ્યવસ્થા કરવાની શાળા મંડળની જવાબદારી રહેશે.

(2) શાળા- મકાનનું બાંધકામ અને શાળાના મેદાન માટેદર્શાવેલ જમીન જે હેતુ માટે મકાનનો ઉપયોગ કરવાનો છે તે હેતુ માટે "બિન-ખેતી" થયેલ હોવી જોઈએ. શાળાનાં મકાન અને મેદાન માટે દર્શાવેલ જમીનમાંકોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ કે કોર્ટ કેસ થયેલ હોવો જોઈએ નહિ.

(3) નવી માધ્યમિક શાળા શરૂ કરવા માટે અરજી કરતા હો તો શાળા મકાનમાં ઓછામાં ઓછા ૪૦૦ ચોરસ ફૂટ(૩૮ ચોરસ મીટર)ક્ષેત્રફળવાળા ૩ વર્ગખંડો, પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ અને ૨૫૦ ચોરસફૂટ(૨૩ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા આચાર્યખંડ અને સ્ટાફરૂમ ધરાવતી હોવી જોઈશે.

(4) નવી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે અરજી કરતા હો તો શાળા મકાનમાં ઓછામાં ઓછા ઓછા ૪૦૦ ચોરસ ફૂટ(૩૮ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા ૩ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રવાહ માટે ૬૦૦ ચોરસફૂટ(૫૬ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા ૩ પ્રયોગશાળાખંડ, અને ૨૫૦ ચોરસ ફૂટ(૨૩ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા આચાર્યખંડ અને સ્ટાફરૂમ ધરાવતી હોવી જોઈશે.

(5) અરજદાર સંચાલક મંડળ/ સંસ્થા જો ગ્રામ્ય વિસ્તારમાં શાળા શરૂ કરવામાંગતી હોય તો સંસ્થા પાસે ઓછામાં ઓછું રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂ. એક લાખ પુરા)નું બેંક બેલેન્સ હોવું જોઈએ. અરજદાર સંસ્થા જો શહેરી વિસ્તારમાં શાળાશરૂ કરવા માંગતી હોય તો સંસ્થા પાસે ઓછામાં ઓછું રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂ. બે લાખ પુરા)નું બેંક બેલેન્સ હોવું જોઈએ.

(6) શાળામાં કુમારો માટે ઓછામાં ઓછી ૨(બે) મુતરડી, અને ઓછામાં ઓછા ૨ (બે) સંડાસ તથા કન્યાઓ માટે ઓછામાંઓછી ૨(બે) મુતરડી અને ઓછામાં ઓછા ૨(બે) સંડાસની વ્યવસ્થા કરેલ હોવી જોઈએ.પીવાના પાણી માટે પાણીનો બોર/ પીવાના પાણીના નળની વ્યવસ્થા કરેલ હોવી જોઈએ.વોટરરૂમમાં ઓછામાં ઓછા ૫(પાંચ) નળ પીવાના પાણી માટે રાખેલ હોવા જોઈએ. વિદ્યાર્થી સંખ્યાના આધારે આ સુવિધામાં વધારો કરવાનો રહેશે.

(7) શાળામાં આગ સામે સલામતી માટે યોગ્ય પ્રકારનાં, યોગ્ય કદનાં (બે) અગ્નિશામક ઉપકરણો યોગ્ય સ્થળે લગાવેલાહોવા જોઈશે અને સમયાંતરે રીન્યુ કરવાના રહેશે.

(8) શાળાનું મકાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે નકશાઓ મંજૂર કરાવેલ હોવાજોઈએ તેમજ સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ મકાન વપરાશનુંપ્રમાણપત્ર(બી.યુ.પી) હોવું જોઈએ. મકાનનો નકશો અને બી.યુ.પી. મંજૂર કરવાનાસ્પષ્ટ નિયમો અમલમાં ન હોય તેવા વિસ્તારમાં(ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં)શાળાઓની મંજુરી માટે સંબંધિત તાલુકા/જિલ્લાના ઈજનેર (અ.મ.ઈ. ના.કા.ઈ.) નું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. શાળાનું મકાન દરેક દૃષ્ટિએ સલામત અને સુરક્ષિત છે અને શાળાનું મકાનમાળખાકીય(સ્ટ્રક્ચરલ) પાસાની દૃષ્ટિએ સલામત છે તેની ખાતરી કરવા તે "ધ નેશનલબિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયા"માં સમાવિષ્ટ સલામતીના ધોરણો પ્રમાણે બાંધવામાંઆવેલ છે, તે અંગે નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય સ્ટ્રક્ચરલએન્જીનીયર(લાયસન્સ ધરાવતા) પાસેથી અથવા હકુમત ધરાવતા માર્ગ અને મકાનવિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયર પાસેથી મેળવીને તે અપલોડ કરવાનું રહેશે.

(9) શાળાનું મકાન શોપીંગ સેન્ટરમાં આવેલ હોવું જોઈએ નહિ તેમજ શોપીંગ સેન્ટર સાથે અન્ય કોઈ રીતે જોડાયેલ હોવું જોઈએ નહિ.

(10) શાળા મકાન અને મેદાન વિદ્યાર્થીઓની સલામતીને હાની પહોંચવાની શક્યતાહોય તેવા પ્રકારની ગેસ/ઓઈલ પાઈપલાઈન/ વિદ્યુત લાઈન (હાઈ ટેન્શન લાઈન)થીસલામત અંતરે આવેલ હોવું જોઈએ.

(11) સંચાલક મંડળે ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની છે અને તેમાં માગેલા તમામ આધારો અપલોડ કરવાના રહેશે. બોર્ડની કચેરીમાંકોઇપણ પ્રકારની ફાઈલ જમા કરવાની નથી.

સોગંદનામુ ફરજીયાત નમુના મુજબનું અપલોડ કરવાનું રહેશે તેમજ સોગંદનામામાં દર્શાવેલ તમામ શરતો અને માહિતી ફરજીયાત પણે ભરવાની રહેશે.સોગંદનામા કોઇપણ અસ્પષ્ટતા - અસંગતતા ચલાવી લેવામાં આવશે નહીં. જે લાગુ પડતું હોય તે દર્શાવવાનું રહેશે.કોઈપણ માગેલ દસ્તાવેજ અપલોડ કરવાના રહીગયા હશે (અથવા યોગ્ય રીતે અપલોડ કરેલ નહિ હોય, અવાચ્ય હોય, યોગ્ય રીતે PDF/JPG કરેલ ન હોય....) તો મંજૂરી મળશે નહિ. કોઈ ફિઝીકલ આધારો ધ્યાને લેવામાં આવશે નહિ.

(12) ખાનગી શાળાની મંજૂરી માટેની અરજીમાં ખોટી માહિતી ભરવા અથવા ખોટું એફીડેવીટ સંદર્ભે આઇ.પી.સીની કલમ-૧૯૩ અને અન્ય લાગુ પડતી કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(13) શાળાઓમાં CCTV કેમેરાની વ્યવસ્થા ફરજીયાત કરવાની રહેશે.

(14) ધી ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કુલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ, ૨૦૧૭ ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને બાંહેધરી આપવાની રહેશે. (બાંહેધરી પત્રક સામેલ છે.)Click to download Bahedhari Patrak For FRC

આવશ્યક આધારો

નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની ઓનલાઈન અરજીના સૌથી છેલ્લા વિભાગમાં/ તબક્કામાં નીચે જણાવ્યા મુજબના આધારો ફરજિયાતપણે જોડવાના રહેશે.

(1) જો કોઈસંચાલક મંડળઅરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતું હોય તો, તેઓએ ચેરિટી કમિશ્નરની કચેરીમાં નોંધાયેલ સંચાલક મંડળની નોંધણી અંગેનુંપ્રમાણપત્ર, સંચાલક મંડળના ટ્રસ્ટ ડીડની નકલ, P.T.R.ની છેલ્લી નકલ તેમજસંચાલક મંડળ દ્વારા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે તેઓની બેઠકમાં જે ઠરાવકરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે.

(2) જો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતી હોય તો,તેઓએ તેમના દ્વારા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે, તેઓની બેઠકમાં જે ઠરાવકરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડ કરવાનીરહેશે.

(3) જો કોઈ જાહેર એકમ તેમજ અન્ય કોઈ સંસ્થા અરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતી હોય તો, તેઓએ તે જાહેર એકમ અથવા સંસ્થાના બંધારણની સ્વયંપ્રમાણિત નકલ અને તે જાહેરએકમ અથવા સંસ્થાની બેઠકમાં જે ઠરાવ કરવામાં આવેલ હોય તે ઠરાવનીસ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડકરવાનીરહેશે.

(4) અરજદાર દ્વારા બોર્ડ સાથે પત્રવ્યવહાર કરવા માટે તેઓના ઠરાવથી જેવ્યકિતની અધિકૃત રીતે નિમણૂંક કરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિતનકલફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(5) અરજદારની આર્થિક સદ્ધરતા માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં અરજદારના ખાતામાંહાલ જમા રકમના અદ્યતન સર્ટીફીકેટ/ એકાઉન્ટ સ્ટેટમેન્ટની સ્વયંપ્રમાણિત નકલફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(6) સૂચિત શાળા મકાનની જમીન બીનખેતી હોવાના આધાર તરીકે શાળા મકાનનીજમીનના બિનખેતીના હુકમની, ૭/૧૨ની અને ૮-અની તેમજ ફોર્મ નં.6ની એન્ટ્રી સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિતશાળા મકાનની જમીન ગામતળની હોય અથવા શહેરી વિકાસ સત્તામંડળ/ વિસ્તાર વિકાસસત્તામંડળ/ નગરપાલિકા/ મહાનગરપાલિકા પાસેથી મેળવવામાં આવેલ હોય અને પહેલેથીજ બિનખેતી થયેલ હોય તો સંબંધિત સક્ષમ સત્તાધિકારી પાસેથી તે જમીન બિનખેતીથયેલ છે તેના આધારની સ્વયંપ્રમાણિત નકલફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(7) સૂચિત શાળાનાં મેદાનની જમીનના બિનખેતીના હુકમની, ૭/૧૨ની અને ૮-અની તેમજ ફોર્મ નં.6 ની એન્ટ્રી સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિત શાળાના મેદાનની જમીનગામતળની હોય અથવા શહેરી વિકાસ સત્તામંડળ/વિસ્તાર વિકાસ સત્તામંડળ/નગરપાલિકા/મહાનગરપાલિકા પાસેથી મેળવવામાં આવેલ હોય અને પહેલેથી જ બિનખેતીથયેલ હોય તો સંબંધિત સક્ષમ સત્તાધિકારી પાસેથી તે જમીન બિનખેતી થયેલ છેતેના આધારની સ્વયંપ્રમાણિત નકલફરજિયાતપણે અપલોડકરવાનીરહેશે.

(8) સૂચિત શાળા મકાનની જમીન અને મકાનના માલિકીના આધારોની સ્વયંપ્રમાણિત નકલફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે.

(9) સૂચિત શાળા મકાનના મેદાનની માલિકીના આધારોની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(10)સૂચિત શાળાના મકાનની સક્ષમ સત્તાધિકારીએ મંજૂર કરેલ નકશાની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(11) સરકાર દ્વારા માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરે અથવા હકુમત ધરાવતા માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયરે શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલેટી માટે આપેલાં અસલ પ્રમાણપત્રની નકલ ફરજિયાતપણે અપલોડકરવાનારહેશે.

(12) સૂચિત શાળાના મકાનના વપરાશ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલાં વપરાશ પ્રમાણપત્રની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે અપલોડ કરવાનારહેશે.

(13) ઓનલાઈન દરખાસ્ત સાથે શાળાની આગળની બાજુ, પાછળની બાજુ, ડાબી બાજુ, જમણી બાજુનો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફ ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે.

(14) ઓનલાઈન દરખાસ્ત સાથે શાળાના આખા મકાનને આવરી લેતો મેઇનગેટ, કમ્પાંઉન્ડણ વોલ સાથેનો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફ ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે.

(15) ઓનલાઈન દરખાસ્ત સાથે શાળાના મેદાનનો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફફરજિયાતપણે અપલોડકરવાના રહેશે.

(16) ઓનલાઈનદરખાસ્ત સાથે આપવામાં આવેલ નમૂના મુજબના નોટરાઈઝ કરેલ અસલ એફિડેવિટ/ સોગંદનામાની નકલફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે. (સ્ટેમ્પ પેપર પર).

(17) જો સંચાલક મંડળ/સંસ્થા નવી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માંગતુહોય અને તે પોતાની માધ્યમિક શાળા ધરાવતું હોય તો તે માધ્યમિક શાળાની નોંધણીઅંગેના પત્રની સ્વયંપ્રમાણિત નકલ.

(18) ટ્ર્સ્ટ તથા સંચાલિત સંસ્થાના શાખાઓના હિસાબો જે તે કચેરીમાં નિયમિત રજૂ થયેલ છે કે કેમ? તે અંગે પરિશિષ્ટ-૧૦ની પ્રમાણિત નકલ.

(19) ટ્ર્સ્ટ સંબંધે ચેરિટી કમિશનરની કચેરી કે અન્ય કોર્ટ કચેરીમાં ટ્ર્સ્ટ કે ટ્ર્સ્ટીઓ બાબતે કોઇ વિવાદ ચાલુ છે કે કેમ? તે અંગેનું સોગંદનામુ.

(20) ટ્ર્સ્ટને શાળાની મંજૂરી આપવામાં આવે ત્યારે તેવી શાળાના તમામ સાહિત્ય ઉપર માતૃ સંસ્થાનું નામ તથા નોંધણી નંબર દર્શાવવામાં આવે તે ફરજીયાત કરવું.

(21) ટ્ર્સ્ટ અધિનિયમની જોગવાઇ મુજબ ટ્ર્સ્ટી ટ્ર્સ્ટમાં કે સંચાલિત શાળામાં સવેતનથી નોકરી કરી શકે નહીં કે અન્ય લાભ મેળવી શકે નહીં. શાળાઓમાં ટ્ર્સ્ટીઓ પ્રિન્સીપાલ કે શિક્ષક તરીકે ફરજો બજાવતા હોય છે જેથી તે બાબતે વિચારણા થવી આવશ્યક છે.